પુણે રેવ પાર્ટી: એકનાથ ખડસેના જમાઈ સહિત 7ની ધરપકડ, રાજકીય વિવાદ વકર્યો.
પુણે રેવ પાર્ટી: એકનાથ ખડસેના જમાઈ સહિત 7ની ધરપકડ, રાજકીય વિવાદ વકર્યો.
Published on: 28th July, 2025

પુણેમાં હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં એકનાથ ખડસેના જમાઈની ધરપકડ થતાં રાજકીય ગરમાવો આવ્યો. વિરોધી પક્ષોએ સરકાર પર નિશાન સાધ્યું, ખડસેએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો. Radisson હોટેલ પાસે દરોડામાં કોકેઈન, ગાંજો, હુક્કા જપ્ત કરાયા. પ્રકરણમાં પ્રાંજલ ખેવલકર સહિત 7ની ધરપકડ કરાઈ, નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ. ગિરીશ મહાજને ખડસે પર જમાઈને એલર્ટ ન કરવાનો આરોપ લગાવ્યો. આ સમગ્ર મામલે રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.