વલસાડના દુલસાડમાં જુગાર રમતા ત્રણ પકડાયા, પોલીસે ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો, બે વોન્ટેડ.
વલસાડના દુલસાડમાં જુગાર રમતા ત્રણ પકડાયા, પોલીસે ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો, બે વોન્ટેડ.
Published on: 25th January, 2026

વલસાડના દુલસાડમાં પોલીસ રેઇડમાં ત્રણ જુગારીઓ ઝડપાયા, ₹61,800નો મુદ્દામાલ જપ્ત થયો, અને બે આરોપીઓ વોન્ટેડ જાહેર થયા. બાતમી મળતા, પોલીસે દુલસાડ ગામના વાધ્યા ફળીયામાં તીનપતિના જુગાર પર રેડ કરી હતી, જેમાં વિકીકુમાર પટેલ, કયુમ શેખ, અને નિલેશભાઈ પટેલ પકડાયા. મયુરભાઈ પટેલ, જુબેર કુરેશી, અને મેહુલ ઉર્ફે લાલો ફરાર થઈ ગયા, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.