સથરાના વિદ્યાર્થી કરણે JJ School of Art માં પ્રવેશ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
સથરાના વિદ્યાર્થી કરણે JJ School of Art માં પ્રવેશ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
Published on: 18th August, 2025

દાદા સાહેબ ફાળકે અને M. F. હુસેન જેવા દિગ્ગજોની કોલેજ, મુંબઈની JJ School of Art માં સથરાના વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં સમગ્ર ભારતમાંથી માત્ર સાત વિદ્યાર્થીઓને જ એડમિશન મળે છે. પ્રવેશ પરીક્ષામાં ટકાવારી નહીં, પરંતુ કલાની સર્જનાત્મકતાના આધારે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. કરણ બાંભણિયાને બાળપણથી જ ચિત્રકાર બનવાનું સ્વપ્ન હતું અને શિક્ષક અક્ષયભાઈ પટેલના માર્ગદર્શનથી આ સિદ્ધિ મેળવી.