શ્રાવણમાં ગ્રહશાંતિ: શિવજીનો રુદ્રાભિષેક કરી મંગળ, શનિ સહિત નવ ગ્રહોની અશુભ અસરો ઘટાડો અને ગ્રહપીડા દૂર કરો.
Published on: 29th July, 2025
શ્રાવણ માસમાં શિવજીનો રુદ્રાભિષેક કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહો પીડિત હોય ત્યારે મહેનતનું ફળ મળતું નથી. નવ ગ્રહો અશુભ હોય તો બેરોજગારી, ગરીબી, કંકાસ થાય છે. દરેક દુઃખો માટે નવગ્રહો જવાબદાર હોય છે. ગ્રહસ્થિતિ નબળી હોય ત્યારે દુઃખો સહન કરવા પડે છે, જેનાથી બચવા રુદ્રાભિષેક કરવો. સૂર્યની અસરથી અહંકાર, ચંદ્રથી માનસિક બીમારી, મંગળથી ગુસ્સો, બુધથી આત્મવિશ્વાસનો અભાવ, ગુરુથી આર્થિક તંગી, શુક્રથી જાતીય સુખનો અભાવ, શનિથી આળસ, રાહુથી હતાશા અને કેતુથી ડાયાબિટીસ થાય છે.