ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 4000થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 4000થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ.
Published on: 13th August, 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કરાર આધારિત શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે 18-20 ઓગસ્ટે કેમ્પસમાં ઇન્ટરવ્યૂ થશે. જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર અને લેબ ટેક્નિશિયનની જગ્યાઓ 11 માસના કરાર પર ભરાશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 25, 26 અને 28 ઓગસ્ટે આચાર્ય સહિત 4000થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ થશે. પ્રોફેસર માટે UGCના નિયમો લાગુ થશે.