રાજકોટ લોકમેળા માટે ટ્રાફિક પ્લાન, 14 ફ્રી પાર્કિંગ સ્થળ, વાહનો માટેના રસ્તાઓનું લિસ્ટ જાહેર.
રાજકોટ લોકમેળા માટે ટ્રાફિક પ્લાન, 14 ફ્રી પાર્કિંગ સ્થળ, વાહનો માટેના રસ્તાઓનું લિસ્ટ જાહેર.
Published on: 13th August, 2025

રાજકોટમાં 14થી 18 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના મોટા લોકમેળાનો પ્રારંભ થશે. ટ્રાફિક વ્યવસ્થા માટે રેસકોર્સ રિંગરોડ આસપાસ 8 રસ્તા "NO ENTRY, NO PARKING" ઝોન જાહેર કરાયા છે. 15 લાખ લોકો માટે 14 સ્થળે ફ્રી પાર્કિંગ, 1700 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અને પાર્કિંગમાં CCTV કેમેરાથી મોનીટરીંગ કરાશે. મેળામાં AI અને ડ્રોનથી ભીડ નિયંત્રણ અને કલાકારો માટે સ્ટેજની વ્યવસ્થા કરાઈ છે. વાહન ચોરી રોકવા યુનિક નંબરવાળી રિસીપ્ટ આપવામાં આવશે. ચકડોળની ટિકિટમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.