પાટણમાં પગાર બિલ મંજૂર કરવા લાંચ લેતા હોમગાર્ડ કર્મચારીની ACB દ્વારા ધરપકડ.
પાટણમાં પગાર બિલ મંજૂર કરવા લાંચ લેતા હોમગાર્ડ કર્મચારીની ACB દ્વારા ધરપકડ.
Published on: 12th August, 2025

પાટણમાં ACBએ હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશકુમાર વૈષ્ણવને ₹2,000ની લાંચ લેતા પકડ્યા. ફરિયાદીના ₹12,000ના પગાર બિલ મંજૂર કરવા લાંચ માંગવામાં આવી હતી. ACBએ છટકું ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી લાંચની રકમ જપ્ત કરી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીએ કાર્યવાહી કરી અને કે.એચ. ગોહિલે ઓપરેશનનું સુપરવિઝન કર્યું. ACBએ વધુ તપાસ હાથ ધરી છે.