હર ઘર તિરંગા: ભુજમાં BSFની 10 KM સાયકલ રેલી, તિરંગો વાડી-ખેતર સુધી પહોંચ્યો.
હર ઘર તિરંગા: ભુજમાં BSFની 10 KM સાયકલ રેલી, તિરંગો વાડી-ખેતર સુધી પહોંચ્યો.
Published on: 12th August, 2025

પ્રધાનમંત્રી મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનને પ્રોત્સાહન આપવા BSF દ્વારા ભુજમાં સાયકલ રેલી યોજાઈ. BSF હેડક્વાર્ટરથી શરૂ થયેલી આ 10 KM રેલીમાં DIG સહિત 40 જવાનો જોડાયા. શહેરની સોસાયટીઓ અને વાડી-ખેતર સુધી તિરંગો પહોંચાડાયો. DIG અનંતસિંઘે 9થી 15 ઓગસ્ટ સુધી અભિયાન ચાલશે તેમ જણાવ્યું, BSF દરેક ઘરે તિરંગો પહોંચાડવા કટિબદ્ધ છે.