સ્ટેટ લેવલ રનરનું કચરા ગાડીથી મોત: સુરતમાં 19 વર્ષીય વિધિ કદમનું અકસ્માતમાં મૃત્યુ, ડ્રાઇવર પાસે લર્નિંગ લાઇસન્સ.
સ્ટેટ લેવલ રનરનું કચરા ગાડીથી મોત: સુરતમાં 19 વર્ષીય વિધિ કદમનું અકસ્માતમાં મૃત્યુ, ડ્રાઇવર પાસે લર્નિંગ લાઇસન્સ.
Published on: 30th August, 2025

સુરતમાં સ્ટેટ લેવલ રનર વિધિ કદમનું SMCની કચરા ગાડીથી અકસ્માતમાં મોત થયું. 19 વર્ષીય વિધિ મોપેડ પર જિમ જતા સમયે પનાસ વિસ્તારમાં આ ઘટના બની. ડ્રાઇવર ગિરીશ અડડની પોલીસે ધરપકડ કરી છે, જેની પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ હતું. વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ જીત્યા હતા અને તેઓ B.Com ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને ભટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે પણ કામ કરતા હતા. આ મામલે ખટોદરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.