પાલિતાણાના સિદ્ધવડ તીર્થમાં જૈન ધર્મના પર્યુષણ પર્વનું આયોજન, જેમાં આરાધકો 21 કલાક મૌન અને મોબાઈલનો ત્યાગ કરશે.
Published on: 21st August, 2025
પાલિતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં સિદ્ધવડની પવિત્ર ધરામાં ઐતિહાસિક પર્યુષણ પર્વનું આયોજન થઈ રહ્યું છે. ‘નિજમાં નિવાસ, સિદ્ધવડમા ચાતુર્માસ’માં 175 સાધુ-સાધ્વીઓની નિશ્રામાં 1100 આરાધકો રોજ 21 કલાકનું મૌન ધારણ કરશે અને મોબાઈલ ફોનનો ત્યાગ કરશે. આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજીની નિશ્રામાં ‘આત્માને ઓળખો, આત્માને અનુભવો’ ઉત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને જૈન અગ્રણી દીપકભાઈ બારડોલીએ હાજરી આપી હતી.

Published on: August 21, 2025