દાહોદમાં વાતાવરણ પલટો : ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આશા જાગી.
દાહોદમાં વાતાવરણ પલટો : ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આશા જાગી.
Published on: 13th August, 2025

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. દાહોદ અને ઝાલોદ તાલુકાના લીમડી, વરોડ, કારઠ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોને રાહત મળી અને સુકાતા પાકને નવજીવન મળ્યું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.