કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર, મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુ.
કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર, મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુ.
Published on: 16th December, 2025

ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રે ઠંડી અનુભવાય છે, બપોરે ગરમીથી લોકો પરેશાન છે. રાજ્યમાં બેવડી ઋતુથી રોગચાળાનો ભય છે. નલિયામાં સૌથી ઓછું 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. WESTERN DISTURBANCEની અસરથી ઠંડી ઘટવાની શક્યતા છે.