દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું, AQI આંકડાએ ચિંતા વધારી.
દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું, AQI આંકડાએ ચિંતા વધારી.
Published on: 16th December, 2025

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અક્ષરધામ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયું છે, જેના કારણે AQI ના આંકડા ડરામણા થઈ ગયા છે. વધતી પ્રદૂષણ સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ સમગ્ર દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) સ્ટેજ-4 અમલમાં મૂક્યો છે. હવા પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ ઓછી પવન ગતિ, તાપમાન ઇન્વર્ઝન, વાહનોથી થતું ઉત્સર્જન અને પડોશી રાજ્યોમાંથી આવતું પ્રદૂષણ છે.