કેરમ ટુર્નામેન્ટ: 300 સ્પર્ધકોએ ભાગ લીધો, વિસરાતી રમતને જીવંત કરી.
કેરમ ટુર્નામેન્ટ: 300 સ્પર્ધકોએ ભાગ લીધો, વિસરાતી રમતને જીવંત કરી.
Published on: 25th January, 2026

મોબાઈલના કારણે જૂની રમતો ભુલાઈ રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થતા રાણીબાગ ખાતે કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ અને કેરમ રસિકો સહિત 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો અને કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. આ ટુર્નામેન્ટનો હેતુ કેરમની રમતને જીવંત રાખવાનો છે.