AI ક્ષેત્રે ભારતીયોની જરૂર: H1B વિઝા ફી ઘટાડવા અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર.
AI ક્ષેત્રે ભારતીયોની જરૂર: H1B વિઝા ફી ઘટાડવા અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર.
Published on: 01st November, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફી વધારતા ભારતીયો પર અસર થઈ. દર વર્ષે નોકરી માટે જતા હજારો ભારતીયોને ફટકો પડ્યો. ટ્રમ્પની નીતિથી અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલી વધી. અમેરિકાના સાંસદોએ પત્ર લખીને H1B Visa ફી વધારો પાછો ખેંચવા Trumpને અપીલ કરી. સાંસદોએ કહ્યું કે આ વિઝાના કારણે જ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ ક્ષેત્રે અમેરિકામાં સારી એવી હરીફાઈ થાય છે. જેનો લાભ છેવટે તો અમેરિકાને જ થવાનો. અમારી અપીલ છે કે આ નીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. એવા સમયમાં જ્યારે ચીન AI ક્ષેત્રે ભારે રોકાણ કરી રહ્યું છે ત્યારે અમેરિકાએ દુનિયાની પ્રતિભાઓને આપણાં દેશમાં આકર્ષિત કરવો જોઈએ.