ભાવનગરનું નિષ્કલંક મહાદેવ: પાંડવોએ સ્થાપેલું શિવ મંદિર, શિવલિંગ દિવસમાં 14 કલાક સમુદ્રમાં ગરકાવ રહે છે.
Published on: 21st August, 2025
ભાવનગરમાં કોળિયાક દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર અરબ સાગરમાં આવેલું છે. જ્યાં દરિયાના મોજાં શિવલિંગનો જળાભિષેક કરે છે. ભરતી સમયે માત્ર ધ્વજા જ દેખાય છે. પાંડવોએ ભાઈઓના કલંકથી મુક્તિ મેળવી તેથી નિષ્કલંક નામ પડ્યું. મંદિરમાં શિવજીના પાંચ સ્વયંભૂ શિવલિંગ છે, સામે નંદીની પ્રતિમા છે. શ્રાવણ બાદ ભાદરવી અમાસે મેળો ભરાય છે. માન્યતા છે કે અહીં પાપ નષ્ટ થાય છે. મહાભારત યુદ્ધ પછી પાંડવોએ આ મંદિર બનાવ્યું હતું. આ મંદિર દિવસમાં 14 કલાક પાણીમાં ડૂબેલું રહે છે.

Published on: August 21, 2025