18 વર્ષ પછી સૂર્ય-કેતુ-બુધનો મહાસંયોગ: વૃષભ, સિંહ, ધન સહિત પાંચ રાશિને ગણેશ આગમન ફળશે, નવી નોકરી અને ધનલાભ થશે.
18 વર્ષ પછી સૂર્ય-કેતુ-બુધનો મહાસંયોગ: વૃષભ, સિંહ, ધન સહિત પાંચ રાશિને ગણેશ આગમન ફળશે, નવી નોકરી અને ધનલાભ થશે.
Published on: 30th August, 2025

આજે બુધ કર્ક રાશિ છોડી સિંહ રાશિમાં 15 સપ્ટેમ્બર, 2025 સુધી રહેશે. સૂર્ય અને કેતુ સિંહ રાશિમાં હોવાથી યુતિ થશે. આ સંયોગ નાણાકીય લાભ અને કરિયરમાં ઉન્નતિ લાવશે. આ સમયે વાહન, મિલકત અને પૂર્વજોની સંપત્તિનું સુખ મળશે. કાર્યસ્થળ પર નેતૃત્વ કુશળતાની પ્રશંસા થશે. સાસુ-સસરા સાથેના સંબંધો મજબૂત બનશે. આત્મવિશ્વાસ વધશે અને આવકમાં વધારો થશે. આ સાથે, ગણપતિજીનું પૂજન કરવાથી બુધદોષ દૂર કરી શકાય છે, ગણેશજીના આશીર્વાદ મળશે. સૂર્ય-કેતુની યુતિ તુલા અને કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક છે.