સુરત: બારડોલીમાં મુસાફરો ભરેલી ST બસ પલટી, ડ્રાઈવર ફરાર થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો.
સુરત: બારડોલીમાં મુસાફરો ભરેલી ST બસ પલટી, ડ્રાઈવર ફરાર થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો.
Published on: 30th August, 2025

સુરતના બારડોલી નજીક નાડીદા ગામ પાસે ST બસ પલટી જતાં અકસ્માત થયો. મુસાફરોના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરે નશો કર્યો હોવાની શંકા છે. બસ પલટી જતાં મુસાફરોએ કાચ તોડીને બહાર નીકળ્યા અને સ્થાનિકોએ મદદ કરી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે તપાસ હાથ ધરી અને ફરાર ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે.