ખેડા: દશામા વ્રત સમાપન સાથે નદી-તળાવ કાંઠે મૂર્તિ વિસર્જન. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
ખેડા: દશામા વ્રત સમાપન સાથે નદી-તળાવ કાંઠે મૂર્તિ વિસર્જન. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
Published on: 04th August, 2025

અષાઢ માસની અમાસથી શરૂ થયેલ દશામા વ્રત દસ દિવસ ચાલે છે, જેમાં માઈભક્તો પૂજામાં તલ્લીન રહે છે. રવિવારે નદી-તળાવોમાં મૂર્તિ વિસર્જન કરાયું, કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. યાત્રાધામ ડાકોરમાં પણ ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરવા ઉમટ્યા હતા તેમજ શ્રાવણ માસના બીજા રવિવારે રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે ભીડ જોવા મળી હતી.