‘વીર પરિવાર સહાય યોજના’: દેશના વીર જવાનો અને પરિવારોને કાનૂની સહાય માટે માર્ગદર્શન.
‘વીર પરિવાર સહાય યોજના’: દેશના વીર જવાનો અને પરિવારોને કાનૂની સહાય માટે માર્ગદર્શન.
Published on: 18th December, 2025

ભુજ આર્મી સ્ટેશન ખાતે ‘માનવ અધિકાર દિવસ’ની ઉજવણીમાં ‘વીર પરિવાર સહાય યોજના 2025’ અંગે જવાનોને માહિતી અપાઈ. જવાનો અને તેમના પરિવારજનોને કાનૂની હક, સહાયતા અને ન્યાય માટે રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. શહીદ જવાનોના પરિવારોને મફત કાનૂની સહાય, વળતર યોજનાઓ, દસ્તાવેજીકરણમાં સહાય આપવામાં આવે છે.