'બચાવો'ની રાડો: ભૂકંપના 25 વર્ષે રાજકોટિયન પરિવારની આંખોમાં દૃશ્યો જીવંત, ભાઈના પગમાં મોજુ ને માથું છૂંદાઈ ગયેલું.
'બચાવો'ની રાડો: ભૂકંપના 25 વર્ષે રાજકોટિયન પરિવારની આંખોમાં દૃશ્યો જીવંત, ભાઈના પગમાં મોજુ ને માથું છૂંદાઈ ગયેલું.
Published on: 26th January, 2026

2001ના ભૂકંપે ગુજરાતમાં વિનાશ વેર્યો, હજારો સપનાં ધૂળમાં મળ્યા. રાજકોટના ધંધૂકિયા પરિવારે ત્રણ સભ્યો ગુમાવ્યા. ભાઈ કિરીટભાઈને ભુજમાં નોકરી મળ્યાના વર્ષમાં જ ભૂકંપમાં ભાભી-ભત્રીજી સાથે દટાઈ ગયા. 12 દિવસે કોહવાયેલી હાલતમાં લાશ મળી. ભત્રીજી રમકડાથી ઓળખાઈ. 'બચાવો'ની બૂમો સંભળાતી હતી. કિરીટભાઈ નાની ઉંમરે નોકરી કરતા હતા, પરિવારનો આધારસ્તંભ હતા. આ કરુણ ઘટના આજે પણ પરિવારને યાદ છે.