ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર ૧૬ લોકોનો જીવ લેનારો આતંકી ભારતીય હોવાનો ઘટસ્ફોટ
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર ૧૬ લોકોનો જીવ લેનારો આતંકી ભારતીય હોવાનો ઘટસ્ફોટ
Published on: 17th December, 2025

ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પર થયેલા હુમલામાં ૧૬ યહુદીઓનો ભોગ લેનારા પિતા-પુત્ર આતંકીઓમાંથી એક સાજિદ અકરમ ભારતીય હતો. મીડિયા રિપોર્ટ મુજબ, એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલો સાજિદે ભારતીય પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફિલિપાઈન્સનો પ્રવાસ કર્યો હતો. તેલંગણા પોલીસે પણ સાજિદ મૂળ હૈદરાબાદનો હોવાની પુષ્ટિ કરી છે. હુમલામાં ૧૦ વર્ષની બાળકી અને ૮૭ વર્ષના વૃદ્ધ સહિત કુલ ૧૬ લોકોનાં મોત નીપજ્યાં હતા.