જામનગર: શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ, 'હર હર મહાદેવ'ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા.
જામનગર: શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ, 'હર હર મહાદેવ'ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા.
Published on: 28th July, 2025

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ શિવાલયોમાં દર્શન કર્યા. 'છોટી કાશી' જામનગરમાં વહેલી સવારથી જ ભક્તોની કતારો લાગી. સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિત અનેક મંદિરોમાં ભક્તોએ પૂજા કરી. જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા સાફ-સફાઈનું ધ્યાન રખાયું અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ટ્રાફિક નિયંત્રણ માટે ટ્રાફિક પોલીસ હાજર રહ્યા.