મોરબી જમીન કૌભાંડ: CIDને સફળતા, આરોપી સાગર ફુલતરિયાની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર.
મોરબી જમીન કૌભાંડ: CIDને સફળતા, આરોપી સાગર ફુલતરિયાની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર.
Published on: 28th July, 2025

મોરબીના વજેપર જમીન કૌભાંડમાં CID ક્રાઇમે આરોપી સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ કરી. કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. આ કેસમાં 10 વીઘા જમીન પચાવી પાડવાનું કાવતરું હતું, જેમાં ભીમજીભાઇ નકુમે ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ચાર આરોપીઓની ધરપકડ થઈ હતી. આરોપીએ આગોતરા જામીન માટે ડિસ્ટ્રિક્ટ અને હાઇકોર્ટમાં અરજી કરી હતી જે નામંજૂર થઈ હતી.