વલસાડમાં રસ્તાઓ અને બિલ્ડિંગો પર CCTV કેમેરા લગાવવાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ જાહેર, 22 સપ્ટેમ્બર 2025 સુધી અમલ ફરજિયાત.
વલસાડમાં રસ્તાઓ અને બિલ્ડિંગો પર CCTV કેમેરા લગાવવાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ જાહેર, 22 સપ્ટેમ્બર 2025 સુધી અમલ ફરજિયાત.
Published on: 28th July, 2025

વલસાડના રસ્તાઓ, બિલ્ડિંગો, પાર્કિંગ અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર CCTV કેમેરા લગાવવાનું જાહેરનામું મેજિસ્ટ્રેટ દ્વારા BNS કલમ 163 હેઠળ જાહેર કરાયું છે. 22 સપ્ટેમ્બર 2025 સુધી અમલ ફરજિયાત છે. મિલકત અને શરીર સંબંધિત ગુના ઉકેલવામાં CCTV ફૂટેજ મદદરૂપ થયા છે. દિલ્હીથી આવતા શ્રમજીવીઓ, ઔદ્યોગિકીકરણથી ટ્રાફિક અને સુરક્ષા પડકારો વધ્યા છે. રહેણાંક, કોમર્શિયલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, બજાર, શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો, ટ્રાન્સપોર્ટ ઓફિસો, હાઈવે કનેક્શન રોડ પર કેમેરા જરૂરી છે.