બાવળા: ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર, ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ.
બાવળા: ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર, ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ.
Published on: 13th December, 2025

બાવળાના ટાવર ચોક વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. કુંડીમાં ઢાંકણાં ન હોવાથી કચરો અંદર જતો રહે છે, જેના કારણે દૂષિત પાણી રસ્તા પર રેલાય છે. આ સમસ્યા કાયમી બની ગઈ છે. રાહદારીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગટરની સફાઈ હાથ ધરી કુંડી પર ઢાંકણાં મુકવાની માંગ કરવામાં આવી છે, કેમકે કચરો સીધો ગટરોમાં જાય છે. આના લીધે residents ને ખુબજ તકલીફ થાય છે.