અમરેલી પ્રભારી સચિવની બેઠક: વિકસિત ગુજરાત@2047 માટે ટકાઉ વિકાસ લક્ષ્યો પર ચર્ચા.
અમરેલી પ્રભારી સચિવની બેઠક: વિકસિત ગુજરાત@2047 માટે ટકાઉ વિકાસ લક્ષ્યો પર ચર્ચા.
Published on: 12th December, 2025

અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષસ્થાને વિકસિત ગુજરાત@2047 માટે Sustainable Development Goals અંતર્ગત જિલ્લામાં ચાલતી કામગીરી અંગે ચર્ચા થઈ. રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે કાર્યરત છે. સચિવે લાઠી અને બાબરા ખાતે આરોગ્ય કેન્દ્રો અને શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને વિકસિત ગુજરાતનું લક્ષ્ય હાંસલ કરવા માર્ગદર્શન આપ્યું હતું અને 17 Sustainable Development Goalsમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા જણાવ્યું હતું.