બાલાસિનોરમાં કમળાના 126 કેસ અને પાણીના 15 સેમ્પલ ફેલ: રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્રમાં દોડધામ.
બાલાસિનોરમાં કમળાના 126 કેસ અને પાણીના 15 સેમ્પલ ફેલ: રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્રમાં દોડધામ.
Published on: 11th December, 2025

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. કમળાના 126 અને ઝાડા-ઉલટીના 31 કેસ નોંધાયા છે. 813 પાણીના નમૂનામાંથી 158 અશુદ્ધ જણાયા, જેમાંથી 15 સેમ્પલ પીવાલાયક નથી. અશુદ્ધ પાણીના કારણે ઘરે ઘરે બિમારીના ખાટલા મંડાયા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે. આરોગ્ય તંત્ર દોડધામ કરી રહ્યું છે.