નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 136.74 મીટરે પહોંચતા 15 ગેટ ખોલાયા.
નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 136.74 મીટરે પહોંચતા 15 ગેટ ખોલાયા.
Published on: 30th August, 2025

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતા, 15 ગેટ 1.85 મીટર ખોલી 2.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. 24 કલાકમાં 24 સેમીનો વધારો થયો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે હાલની સપાટી 136.74 મીટર છે. પાણીની આવક 167113 ક્યુસેક છે. મુખ્ય કેનાલમાંથી 23501 ક્યુસેક પાણી છોડી તળાવો ભરાઈ રહ્યા છે.