ખેડા અને માતરમાં ભારે વરસાદથી હજારો વીઘામાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો.
ખેડા અને માતરમાં ભારે વરસાદથી હજારો વીઘામાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો.
Published on: 28th July, 2025

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડા અને માતર તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 15 કલાકથી વધુ વરસાદ પડતા હજારો વિધા જમીનોમાં પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા ડાંગર નો પાક ડુબાણમાં જવા પામ્યો છે. આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોને ડાંગરના પાકમાં ભારે નુકસાન થઈ શકે છે.