કલેક્ટરનો આદેશ: ભારે વરસાદને કારણે આજે નડિયાદ શહેર સહિત જિલ્લાની શાળાઓ બંધ રહેશે.
Published on: 28th July, 2025

નડિયાદ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદને કારણે કલેક્ટરે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તકેદારીના ભાગરૂપે ખેડા જિલ્લાની આંગણવાડીઓ, PRIMARY અને SECONDARY શાળાઓમાં 28 જુલાઈએ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. નડિયાદ મહાનગરપાલિકા સ્થિતિ સામાન્ય કરવા કાર્યરત છે, જ્યારે સંતરામ મંદિર દ્વારા ભોજન સેવા શરૂ કરવામાં આવી.