દમણમાં દારૂના નશામાં યુવાન પાણીની ટાંકી પર ચડી જતા ભારે અફરાતફરી
દમણમાં દારૂના નશામાં યુવાન પાણીની ટાંકી પર ચડી જતા ભારે અફરાતફરી
Published on: 18th September, 2026

દમણમાં દારૂના નશેમાં ધૂત એક યુવાન પરકોટા શેરી નજીક દરિયા કિનારે આવેલી પાણીની ટાંકી પર ચડી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. યુવાને ટાંકીની રેલિંગ પર લટકીને બિહારવાસીઓને લક્ષ્ય બનાવી ગાળાગાળી કરી હંગામો મચાવ્યો હતો. મિત્ર સાથે થયેલી બોલાચાલી બાદ તેણે આ પગલું ભર્યું હતું. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ચિંતિત બન્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી કરી યુવાન અનિલ ચૌહાણને સલામત રીતે નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.