ડીસામાં બનાસ નદીમાંથી મળી મૃતદેહની હત્યામાં સંડોવાયેલા મિત્રો ઝડપાયા
ડીસામાં બનાસ નદીમાંથી મળી મૃતદેહની હત્યામાં સંડોવાયેલા મિત્રો ઝડપાયા
Published on: 18th September, 2026

ડીસા તાલુકાના મહાદેવીયા ગામ પાસે બનાસ નદીમાંથી પ્રકાશ રમેશભાઈ માજીરાણા (૩૦) ના મૃતદેહ મળવાની ઘટનામાં પોલીસ તપાસ બાદ હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું. મૃતકના મિત્રો મુકેશ ઉર્ફે ટપાલી રાજાજી માજીરાણા અને પ્રવીણ પુનમાજી માજીરાણાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે નદીના પટમાં રિક્ષા ફસાઈ જતાં થયેલી બોલાચાલીમાં મુકેશે જેક વડે પ્રકાશના માથા પર પ્રહાર કરી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બંને આરોપીઓએ મૃતદેહને ગટરના ખાડામાં ફેંકી ફરાર થઈ ગયા હતા. ડીસા તાલુકા પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.