ભાવનગરમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ
ભાવનગરમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ
Published on: 18th September, 2026

ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો. ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ કાર ચાલકે બે પોલીસકર્મીઓને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. "આજે તો તમને પુરા કરી નાંખવા છે" તેમ રાડો પાડી તેણે ફરી વખત હુમલો કરવાની કોશિશ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે શખ્સો, રાકેશ ઉર્ફે ભાલી અને રાકેશ ઉર્ફે કુભાર, ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.