ઇલોરાપાર્કની SBI,સમાની મોબાઇલ શોપ અને કારેલીબાગના મકાનમાંથી રોકડની ચોરી
ઇલોરાપાર્કની SBI,સમાની મોબાઇલ શોપ અને કારેલીબાગના મકાનમાંથી રોકડની ચોરી
Published on: 18th September, 2026

વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં ચોરીના ત્રણ બનાવો નોંધાયા છે. ગોત્રીના ઇલોરાપાર્ક SBI શાખામાંથી ગઠિયાઓ ATM રૂમમાં ઘૂસી ₹53,500 ઉપાડી ગયા. સમાના વૃન્દાલય રેસિડેન્સી સામે આવેલી મોબાઇલ શોપમાંથી ત્રણ ગ્રાહકોની આડમાં ₹80,000 રોકડા ચોરાયા. કારેલીબાગ ટાંકી રોડ પર શેઠના મકાનમાં રહી કેટરિંગનું કામ કરતા મોહનલાલ પુરોહિતના ઘરેથી ₹1.80 લાખ રોકડા ચોરાયા. આ ત્રણેય ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.