પતિના અવાજમાં વાત કરી ઠગે બે મહિલાઓ પાસેથી 3.63 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
પતિના અવાજમાં વાત કરી ઠગે બે મહિલાઓ પાસેથી 3.63 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
Published on: 17th September, 2026

વડોદરામાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. આવા જ બે કિસ્સાઓમાં બે મહિલાઓએ કુલ રૂપિયા 3.63 લાખ ગુમાવ્યા છે. એક મહિલાને SD PAYમાં રોકાણ કરવાનું કહીને 8.51 લાખ રૂપિયા ભરાવી 2.93 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. બીજી મહિલાને બેંક ખાતું બંધ થવાની બીક બતાવી, પતિના અવાજમાં વાત કરીને 70 હજાર રૂપિયાનું પેમેન્ટ કરાવ્યું. ત્યારબાદ, મહિલાઓને સમજાયું કે તેમની સાથે ફ્રોડ થયો છે અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.