ભાવનગરમાં કારમાં આવેલા બે શખ્સે છરીની અણીએ લૂંટ ચલાવી
ભાવનગરમાં કારમાં આવેલા બે શખ્સે છરીની અણીએ લૂંટ ચલાવી
Published on: 18th September, 2026

ભાવનગરના આખલોલજકાતનાકા વિસ્તારમાં મધરાત્રે કારમાં આવેલા બે શખ્સે છરી બતાવી બે યુવકો પાસેથી રૂપિયા ૨,૩૫૦ની રોકડ અને મોબાઈલ લૂંટી લીધો. લૂંટારુઓએ પીડિતોને મારવાની ધમકી પણ આપી હતી. એક લૂંટારાએ પોતાનું નામ 'નાનું ચુડાસમા' અને પોતાને 'ડોન' ગણાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને લૂંટારુઓ કારમાં ફરાર થઈ ગયા હતા.