અમદાવાદમાં નકલી સિગારેટનું મોટું કૌભાંડ ઝડપાયું
અમદાવાદમાં નકલી સિગારેટનું મોટું કૌભાંડ ઝડપાયું
Published on: 18th September, 2026

અમદાવાદ શહેરમાં નકલી સિગારેટ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જુહાપુરા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવી જાણીતી બ્રાન્ડની ડુપ્લિકેટ સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્રણ શખસો અને એક રિક્ષાચાલક પાસેથી 12,000 ડુપ્લિકેટ સિગારેટ સ્ટિક્સ, મોબાઈલ સહિત કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બેંગલોરની અન્વેષ IPR કંપનીની ફરિયાદ અને ડમી કસ્ટમર બનીને કરાયેલી કાર્યવાહી બાદ આ રેકેટનો પર્દાફાશ થયો છે. આ નકલી સિગારેટ ઠક્કરનગર/બાપુનગરના સપ્લાયર પાસેથી લાવવામાં આવી હતી.