ગરોળીની પૂંછડી અને ગોળીઓનો નશો?
ગરોળીની પૂંછડી અને ગોળીઓનો નશો?
Published on: 18th September, 2026

અમદાવાદમાં ડ્રગ્સ, ચરસ, ગાંજા અને નશાકારક કફ સિરપ પર પોલીસના કડક પગલાં બાદ યુવાનોએ નશાના નવા રસ્તા શોધી કાઢ્યા છે. હવે 16થી 20 વર્ષના યુવાનો નશા માટે ઉંઘની દવાઓ અને પેઈન કિલર ગોળીઓનો ઉપયોગ કરી રહ્યા છે. 'બંદર' ફિલ્મ બાદ ગરોળીની પૂંછડીથી નશો કરવાનો શોકિંગ ટ્રેન્ડ પણ શહેરમાં શરૂ થયો છે. લાલ પરી, ચિલપિલ જેવા કોડવર્ડથી આ દવાઓનો વેપલો ચાલે છે.