9 વર્ષથી ફરાર પોક્સો કેસનો આરોપી મહારાષ્ટ્રના મોર્શીથી ઝડપાયો
9 વર્ષથી ફરાર પોક્સો કેસનો આરોપી મહારાષ્ટ્રના મોર્શીથી ઝડપાયો
Published on: 18th September, 2026

પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને 2017ના પોક્સો કેસમાં 9 વર્ષથી નાસતા ફરતા મહારાષ્ટ્રના આરોપી સાજીદ અખતરખાનને અમરાવતી જિલ્લાના મોર્શી ખાતેથી ઝડપી લીધો છે. સ્થાનિક પોલીસની મદદથી ટેકનિકલ એનાલિસિસ અને સચોટ બાતમીના આધારે તેને પકડવામાં આવ્યો. પોલીસ સ્ટેશન લઈ જતી વખતે આરોપીએ ફરજમાં રૂકાવટ કરી અને પોતાની ધરપકડ ટાળવા માટે મોટરસાઇકલના ટાયરમાં પગ ઘુસાડી ઈજા પહોંચાડી. મોર્શી પોલીસે ગુનો નોંધી સારવાર કરાવી, ત્યારબાદ કચ્છ પોલીસે તેનો કબજો સંભાળ્યો.