IT Executive ને લોન એપ દ્વારા રૂ. ૫.૪૬ લાખની છેતરપિંડી
IT Executive ને લોન એપ દ્વારા રૂ. ૫.૪૬ લાખની છેતરપિંડી
Published on: 18th September, 2026

વડોદરાના કરજણના IT Executive દીપક શાંતિલાલ પરમાર ગૂગલ પ્લે સ્ટોર પરથી પર્સનલ લોન લેવા ગયા ત્યારે એક એપ્લિકેશનના ચક્કરમાં ફસાઈ ગયા. લોન લીધા બાદ, એપ્લિકેશન દ્વારા તેમને પેમેન્ટ અપડેટ ન થવાનું જણાવી વધુ રકમ ચૂકવવા દબાણ કરવામાં આવ્યું. આ રીતે, ભેજાબાજે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૫.૪૬ લાખ સેરવી લીધા. આ ઠગાઈ બાદ દીપક પરમારે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.