10 કરોડની ખંડણી માટે રોહિત ગોદાણા ગેંગને વેપારીની ટિપ કોણે આપી?
10 કરોડની ખંડણી માટે રોહિત ગોદાણા ગેંગને વેપારીની ટિપ કોણે આપી?
Published on: 18th September, 2026

વડોદરાના કેમિકલ વેપારી પાસે ૧૦ કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગના આરોપી કુલદીપ સ્વામીના રિમાન્ડ પૂરા થતાં તેને વડોદરા લાવવાની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીમાં ૧૦ લાખની ટોકન રકમ લેતાં કુલદીપ પકડાયો હતો, જેની પાસેથી ૪ કરોડનું હેરોઇન પણ મળ્યું હતું. આ ગુનામાં રોહિત ગોદારા અને મહેન્દ્ર દેલાણા વોન્ટેડ છે. વેપારીને કોણે ટિપ આપી તે ATS પણ તપાસ કરશે. કુલદીપ સ્વામીના મોબાઇલની કોલ ડીટેલ અને ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ કરવામાં આવશે.