કાર વેચી સગેવગે કરનાર ગેરેજ માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ
કાર વેચી સગેવગે કરનાર ગેરેજ માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ
Published on: 18th September, 2026

વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક ઓટો ગેરેજ માલિક દ્વારા કાર વેચીને પૈસા નહીં આપી સગેવગે કરી દેવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સેલ્સ મેનેજર સન્ની પ્રેમચંદભાઇ પટિયાલે તેમની ૫.૫૦ લાખ રૂપિયાની કાર વેચવા માટે પ્રતાપનગર સ્થિત પ્રિતી ઓટો ગેરેજને આપી હતી. ગેરેજના માલિક રવિસિંગ અજુયસિંગ પંજાબીએ કારના ૪.૫૦ લાખ રૂપિયામાં સોદો કરી આપવાનું કહ્યું હતું, પરંતુ કાર પાછી ન આપતાં અને ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.