મોબાઇલ હેક થતાં બેન્ક ખાતું થયું ખાલી
મોબાઇલ હેક થતાં બેન્ક ખાતું થયું ખાલી
Published on: 18th September, 2026

વડોદરા જિલ્લામાં સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા છે, જેમાં બે નાગરિકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. એક કિસ્સામાં, ઇન્સ્ટાગ્રામ પર એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ મોબાઇલ હેક થયો અને બેન્ક બેલેન્સ શૂન્ય થઇ ગયું, જેમાં ₹૧.૪૧ લાખ ગુમાવ્યા. બીજા કિસ્સામાં, ઇમરજન્સીના બહાને ફોન કરી ₹૫૫,૦૦૦ પડાવી લેવામાં આવ્યા. પોલીસે આ બંને ઘટનાઓમાં તપાસ હાથ ધરી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.