બી ડિવિઝન પોલીસે 9 ચોરાઉ સાયકલ સાથે ફર્નિચર કારીગરને ઝડપી
બી ડિવિઝન પોલીસે 9 ચોરાઉ સાયકલ સાથે ફર્નિચર કારીગરને ઝડપી
Published on: 18th September, 2026

જૂનાગઢના બી ડિવિઝન પોલીસે 9 ચોરાઉ સાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જે ફર્નિચરનું કામ કરતો હતો. પોલીસે કુલ 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરમાં સાયકલ ચોરીના બનાવો વધતાં પોલીસ સક્રિય થઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતીના આધારે, 23 વર્ષીય ગૌતમ મહેશભાઈ લાઠીયા નામના આરોપીને ચોરાયેલી સાયકલ સાથે દબોચી લેવાયો. પૂછપરછ દરમિયાન, આરોપીએ કુલ 8 સાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી છે.