મોરબી: બોગસ ખેડૂત ખાતેદાર સામે કાર્યવાહી, વારસાઈ આંબાથી ખરીદેલી જમીન સરકાર હસ્તક, 9.71 લાખનો દંડ.
મોરબી: બોગસ ખેડૂત ખાતેદાર સામે કાર્યવાહી, વારસાઈ આંબાથી ખરીદેલી જમીન સરકાર હસ્તક, 9.71 લાખનો દંડ.
Published on: 22nd August, 2025

મોરબીમાં બોગસ વારસાઈ આંબાથી ખેડૂત ખાતેદાર બનેલા કેસમાં કલેકટર કે. બી. ઝવેરીએ હળવદના ખોડ ગામની જમીન સરકાર હસ્તક કરવાનો આદેશ આપ્યો છે. હંસાબેન રાવલ અને તેમના પરિવારે 0-80-94 હેક્ટર જમીન ખરીદી હતી, જેમાં બોગસ વારસાઈ આંબાથી નામ દાખલ કરાયું હતું. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ છે અને કલેકટરે કલમ-54નો ભંગ થતો હોવાનું જણાવ્યું છે. હંસાબેન અને તેમના વારસદારોને બિનખેડૂત જાહેર કરી 9.71 લાખનો દંડ ફટકારાયો છે. CID ક્રાઇમ રાજકોટ આ કેસની તપાસ કરી રહી છે.