સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓ ટેક્નો-સ્ટાર્સ બની AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે.
સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓ ટેક્નો-સ્ટાર્સ બની AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે.
Published on: 03rd August, 2025

નવી શિક્ષણ નીતિ અંતર્ગત સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ પ્રોજેક્ટ અમલી બન્યો છે. જેમાં વિદ્યાર્થીઓ 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું જ્ઞાન મેળવી રહ્યા છે. 18 શાળાઓમાં 12 AI લેબ્સમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓ નિ:શુલ્ક ટેક શિક્ષણ મેળવી રહ્યા છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ થશે. આ પહેલ વિદ્યાર્થીઓને જોબ ગીવર બનાવશે.