કોડીનારના ડોળાસામાં બાળ દીપડો ઘૂસ્યો, વન વિભાગે રેસ્ક્યૂ કરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો.
કોડીનારના ડોળાસામાં બાળ દીપડો ઘૂસ્યો, વન વિભાગે રેસ્ક્યૂ કરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો.
Published on: 03rd August, 2025

કોડીનારના ડોળાસા ગામે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો. ધનજીભાઈ પરમારના વાડામાંથી 3-4 માસનો દીપડો મળ્યો. વન વિભાગની રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેહોશ કરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો. સદ્નસીબે કોઈ દુર્ઘટના બની નહીં. પ્રાથમિક માહિતી મુજબ, ભાગોળે દીપડાનો વસવાટ છે અને માતાથી વિખૂટું પડતા ગામમાં આવી ચડ્યું હતું.