સુપ્રીમ કોર્ટમાં વધુ એક ગુજરાતી ન્યાયાધીશ: કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલીની ભલામણ કરી.
સુપ્રીમ કોર્ટમાં વધુ એક ગુજરાતી ન્યાયાધીશ: કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલીની ભલામણ કરી.
Published on: 26th August, 2025

Supreme Court કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલી (પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ) અને જસ્ટિસ આલોક આરાધને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવવા ભલામણ કરી છે. જસ્ટિસ પંચોલીની નિમણૂંક થતા સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ત્રણ ન્યાયાધીશો થશે, જેમાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ નિલય વી. પણ સામેલ છે. હવે રાષ્ટ્રપતિની મહોર લાગવાની બાકી.