સરકારના બજેટથી સુરત ગ્લોબલ ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે
સરકારના બજેટથી સુરત ગ્લોબલ ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે
Published on: 26th January, 2026

સુરતના હીરા ઉદ્યોગપતિઓને કેન્દ્રીય બજેટથી વિશેષ અપેક્ષાઓ છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પરના ટેરિફને લીધે બજાર મંદીમાં છે. ઉદ્યોગપતિઓએ નીતિગત ફેરફારો સૂચવ્યા છે, જેનાથી સુરત બેલ્જિયમની જેમ ટ્રેડિંગ હબ બની શકે. નેચરલ ડાયમંડ સેક્ટર માટે રાહતો, SEZમાં રફ હીરાના વેચાણમાં સરળીકરણ, ડોમેસ્ટિક માર્કેટમાં પ્રવેશની છૂટ, ડ્યુટી ડ્રોબેકની માંગ છે. લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન વધારવા કસ્ટમ ડ્યુટીમાં રાહત અને પ્રોત્સાહનની અપેક્ષા છે.